આમીર ખાનના જીવનમાં 60 વર્ષની ઉંમરે ત્રીજી મહિલાનું આગમન
આમીર ખાનના જીવનમાં 60 વર્ષની ઉંમરે ત્રીજી મહિલાનું આગમન
Blog Article
બોલીવૂડના એક સમયના ચોકલેટી હીરો આમિર ખાન ફરીથી ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે પોતાના 60મા જન્મદિવસની ઉજવણી પહેલાં પોતાની નવી પાર્ટનર ગૌરી સ્પ્રાટનો મીડિયાને પરિચય કરાવીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આમિરનું આ પગલું તેનાં અંગત જીવન માટે ઘણું મહત્વનું ગણાય છે, કારણ કે તેણે ગૌરી સાથે પોતાના સંબંધ અને ભવિષ્યના આયોજનો વિશે ખુલીને વાત કરી હતી. તેઓ લગભગ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
આમિર અને ગૌરી 25 વર્ષ પહેલાં પહેલી વખત મળ્યાં હતાં, પરંતુ પછી બંને વ્યસ્ત જીવનને કારણે સંપર્કમાં નહોતા. હવે તેઓ બે વર્ષ પહેલાં ફરીથી સંપર્કમાં આવ્યાં છે, તેઓ મળ્યાં અને તેમનો સંબંધ વિકસ્યો. આમિરે ગૌરી પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું, “હું કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો, જેની સાથે મને શાંતિનો અનુભવ થાય, જે મને શાંતિ આપી શકે. ત્યાં મને એ મળી ગઈ.”
પોતાનો સંબંધ જાહેર કરવા અંગે આમિરે કહ્યું, “હવે અમે બંને એકબીજા સાથે કમિટેડ છીએ અને અમને બંનેને હવે આ સંબંધ જાહેર કરવામાં કોઈ અસુરક્ષાનો ભય નથી. આ જ સારું છે, હવે મારે લોકોથી કંઇ છુપાવવું નહીં પડે. હવે હું જો કાલે એની સાથે કોફી માટે જઉં તો તમે પણ સાથે આવી શકો.”